ધર્મના માર્ગે ચાલવા માટે ગ્લેમર દુનિયાથી દૂર રહેનારી સના ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. ખરેખર, થોડા સમય પહેલા, સંભાવના સેઠ સાથેનો તેનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં, સના સતત સંભાવના પર સૂટ અને બુરખો પહેરવા માટે દબાણ કરતી જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સનાને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે વિવાદ વચ્ચે, સંભાવના સેઠ સનાના બચાવમાં આગળ આવી છે.
સના ખાન થોડા સમય પહેલા એક પોડકાસ્ટના સંદર્ભમાં સંભાવના સેઠને મળી હતી. આ દરમિયાન સંભાવનાએ કુર્તો પહેર્યો હતો, જ્યારે સનાએ હિજાબ પહેર્યો હતો. આ દરમિયાન તેણે સંભાવનાને કહ્યું, તારી પાસે સારો સલવાર કમીઝ નથી. આના પર, સંભાવના આગ્રહ રાખે છે કે તે પોતાના કપડાં નહીં બદલે. આના પર સનાએ કહ્યું, તારો દુપટ્ટો ક્યાં છે, બુરખો લઈ આવ.’
જ્યારે આ વીડિયો સામે આવ્યો, ત્યારે સના સંભાવના પર હિજાબ પહેરવા માટે દબાણ કરતી જોવા મળી ત્યાર બાદ લોકોની ટીકા વચ્ચે ઘેરાઈ હતી. હવે, સંભાવનાએ સનાને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે, જો તમે વીડિઓ ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે તે મારી સાથે મજાક કરી રહી હતી. બે મિત્રો આવી રીતે વાત કરે છે. હું પણ તેની સાથે મજાક કરી રહી હતી, તો પછી તેને આટલી ટ્રોલ કેમ કરાઈ રહી છે. આપણે એ વાતનો આદર કરવો જોઈએ કે તે પહેલા ફિલ્મ ઉદ્યોગમાં હતી અને હવે તે બદલાઈ ગઈ છે. મને પણ તેને જોઈને આશ્ચર્ય થયું. આ તેની અંગત પસંદગી છે, તે મારા પર લાદી રહી નહોતી.’