માલિયાસણમાં નેચર એજ્યુકેશન કેમ્પમાં પરંપરાગત ભુંગા બનાવાશે

લોકોને પર્યાવરણ સંરક્ષણ તરફ વાળવા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં નવતર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ(MaNEC) માણેકને વિકસાવવા કલેકટરના અધ્યક્ષસ્થાને કેમ્પ ખાતે કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રને વધુ સારી સગવડો તેમજ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી વધુમાં વધુ કુદરતી તત્વો થકી વિકસાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કેન્દ્ર ખાતે પરંપરાગત ભૂંગા પ્રકારના મકાનો બનાવવા, વોકિંગ પાથ, નવા ફળાઉ ઝાડ વાવવા તેમજ ઉછેર, વીજ કનેક્શન, પાણીની સંપૂર્ણ સુવિધાઓ સાથે આ કેમ્પને ઉત્કૃષ્ટ તાલીમ કેન્દ્ર બનાવવા પર કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *