રાજકોટમાં રસ્તા ઉપર ઘાસચારો રાખીને વેંચતા વેપારી દંડાયો

રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખાએ તા. 30 અને 31ના રોજ બે દિવસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા ચાલુ રાખેલી કાર્યવાહીમાં ત્રણે ઝોનમાંથી 69 આસામી પાસેથી 6 કિલો ઝબલા સહિતનું પ્લાસ્ટિક કબ્જે કરવામાં આવ્યું હતું.

ટીમ દ્વારા જાહેરમાં કચરો અને ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂા. 15,150નો દંડ લેવામાં આવ્યો હતો. જેમાં લાંબા સમય બાદ પ્રથમ વખત રસ્તા ઉપર ઘાસચારો પાથરતા તેમજ વેંચતા આસામીને પણ દંડની પહોંચ આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં 16, વેસ્ટમાં 25 અને ઇસ્ટ ઝોનમાં 28 આસામી પાસેથી આ પ્લાસ્ટિક કબ્જે કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *