શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. એમ્પાયર બિલ્ડિંગમાં ચીપ ઓન ટ્રિપ ટૂર અન્ડ ટ્રાવેલ્સની ઓફિસ સંચાલકે બેંગકોક અને ફુકેટના પેકેજ કરી આપવાની લાલચ આપી કેટલાક લોકોને શિકાર બનાવી ઓફિસને તાળાં મારી નાસી જતા મોબાઇલના ધંધાર્થીએ તેના અને તેના મિત્રોના મળી કુલ 5.34 લાખની ઠગાઇ કર્યાની ટૂર સંચાલક સામે ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર ન્યૂ અંબિકા પાર્કમાં રહેતા અને ઘર પાસે ઇલોરા કોમર્સિયલમાં સેવન સ્ટાર નામે મોબાઇલની દુકાન ચલાવતા ચિરાગભાઇ રમણીકભાઇ દાવડાએ ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેને અને તેના મિત્રો અંકિતભાઇ સહિતને બેંગકોક ફરવા માટે જવાનું હોય જેથી તે ટ્રિપ ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે ગયા હતા ત્યાં ધર્મેશભાઇ ખૈની અને તેના પત્ની હેમાંગીબેન અને રાજ શિંગાળા બેઠા હતા અને તેની સાથે વાત કરી હતી જેથી તેને પેકેજ અંગે સમજાવેલ અને એક વ્યક્તિ દીઠ રૂ.67,500 આપવાનું કહ્યું હતું.
બાદમાં તા.14-4ના રોજ અંકિતભાઇનો ફોન આવ્યો હતો અને ટિકિટના ભાવ વધે તેમ હોવાનું જણાવતાં અમે તેને વધુ પૈસા આપ્યા હતા. બાદમાં વિદેશ ગયેલા ગ્રૂપમાંથી જણવા મળ્યું હતું કે, અમને અહીં સુવિધા આપવામાં આવી નથી અને ટુર સંચાલક દ્વારા આવતા અમે વિદેશમાં ફસાયા છીએ જેથી તેની ફોન કરતાં ફોન સ્વિચઓફ હોય અને ઓફિસ બંધ હોય અમારા અને મિત્ર સહિતના કુલ રૂપયા 5.34 લાખ લઇ ટુર સંચાલકે ઠગાઇ આચર્યાની ફરિયાદ કરી હતી.