રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા.24થી 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ આજથી ઈન્ડિયન બેંક, શાસ્ત્રીમેદાન સામે તેમજ જૂની કલેકટર કચેરી ખાતેથી કરાશે.
આ ઉપરાંત રાઈડ્સનું પણ ભાવ બાંધણું કરાયું છે. જેમાં કેટેગરી-જે તથા કેટેગરી-કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ.35 લેવાના રહેશે. તેમજ કેટેગરી ઈ, એફ, જી, એચ (યાંત્રિક) આઈટમોના પ્રવેશદર મહત્તમ રૂ.45 લેવાના રહેશે. લોકમેળાનો નકશો (લે-આઉટ પ્લાન) નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ શહેર-1 પ્રાંત, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નોટિસ બોર્ડ ઉપર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.
કેટેગરી-એક્સ (આઈસક્રીમ ચોકઠા)ની હરાજી કરવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ-કંપની હરાજીમાં ભાગ લઈ શકશે અને તેઓ આઈસક્રીમ ચોકઠાના આઈસક્રીમ કંપનીની જાહેરાત તે સ્લોટમાં કરી શકશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટધારકોએ રૂ.50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. યાંત્રિક કેટેગરીમાં જે આસામીઓએ ફોર્મ ભરેલા હશે તે બધી યાંત્રિક કેટેગરીઓ ઈ-એફ-જી-એચની હરાજીમાં ભાગ લઈ શકશે.