મવડી ગામમાં પંચશીલ સોસાયટીમાં રહેતા હસમુખભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.52)એ ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવારમાં મોત નીપજ્યું હતું.
તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડીંડોર સહિતે તપાસ કરતા મૃતક ત્રણ ભાઇમાં વચેટ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું અને અગાઉ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. જોકે એકાદ માસથી નોકરી પરથી છૂટા થઇ ગયા બાદ બેકાર હોય અને હાલમાં આર્થીક ભીંસ ઊભી થઇ હોય તેના કારણે આ પગલું ભરી લીધું હતું.