આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

પારેવડી ચોક પાસે ખોડિયાર પરા શેરી નંબર 3 માં રહેતાં પરેશભાઈ શામજીભાઈ સોલંકી (ઉ.વ.48) એ ગઈ કાલ રાત્રિના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક પરેશભાઈ જુના ટાયર લે-વેચનું કામ કરતાં હોવાનું અને તેઓ પાંચ ભાઈમાં નાનાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *