ટ્રેન ઊપડવાના 8 કલાક પહેલાં ટિકિટ કન્ફર્મ થઈ જશે

હવે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના 8 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. અત્યારસુધી આ ચાર્ટ ફક્ત 4 કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવતો હતો. આનાથી મુસાફરોને વૈકલ્પિક મુસાફરી પસંદ કરવા અથવા ટિકિટ કન્ફર્મ ન થાય તો બીજી ટિકિટ બુક કરવા માટે વધુ સમય મળશે.

તાજેતરમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડ ટૂંક સમયમાં આ ફેરફારો તબક્કાવાર લાગુ કરશે.

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડને આ ફેરફાર તબક્કાવાર લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એને 1 જુલાઈ, 2025થી શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં એ કેટલીક ખાસ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે.

આ નિયમ મુખ્યત્વે લાંબા અંતરની ટ્રેનો માટે છે, પરંતુ શરૂઆતમાં એ હમસફર શ્રેણીની ટ્રેનો જેવી પસંદગીની ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે. બાદમાં એને રાજધાની, શતાબ્દી, મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ જેવી અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *