ગાયકવાડીમાં રહેતા રસીદાબેન હાસમભાઇ જુણેજાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતી બિલ્કીશ યાકુબ મોટાણી, તેનો પુત્ર કોનેન, માહીન અને તૌફીક ફિરોઝ જુણેજાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.12ના રોજ તેના ઘેર હતા ત્યારે રાત્રીના મારા ઘેર બિલ્કીશ અને તેના દીકરાની વહુ મહેક અમારા ઘેર આવ્યા હતા. અને હું તેના ઘેર ત્રણેક દિવસથી કામે ગઇ ન હતી જેથી તેને તું કેમ ઘરકામ કરવા આવતી નથી. જેથી તેને મારી તબિયત સારી નથી જેથી નથી આવી તેમ કહેતાં બિલ્કીશએ ઉશ્કેરાઇ જઇ ઝઘડો શરૂ કર્યો હતો અને મારી પાસે હિસાબના 15 હજાર લેવાના છે. દેકારો કરતા બાજુમાં રહેતા તેના જેઠાણી સારાબાઇબેન અને સલમાબેન સહિતના આવી ગયા હતા અને સમજાવવા જતા ઝઘડો શરૂ કર્યો હતો અને થોડીવારમાં બિલ્કીશના પુત્રો કોનેન અને મોહીન અને તેના મામાનો પુત્ર ફિરોઝ સહિતનાએ ધસી આવી કારમાંથી પાઇપ, ધોકા કાઢી ડેલી સહિતમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો અને દેકારો થતા લોકો એકઠા થઇ જતા તેઓ નાસી ગયા હતા. બાદમાં રસીદાબેન સહિત ચારને ઇજા થતા તેને સારવાર માટે હાેસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે જમાદાર રાઠોડ સહિતના સ્ટાફે રસીદાબેનની ફરિયાદ પરથી યાકુબ મોટાણીની પત્ની બિલ્કીશ અને તેના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.