શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં નકલી ફેવિક્વિકનું ધૂમ વેચાણ થતું હોવાની જાણ થતા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ કંપનીના અધિકારીએ ગાંધીગ્રામ પોલીસને ફરિયાદ કરી સાથે રહી દરોડા પાડતા 1918 નકલી ફેવિક્વિક સાથે ત્રણ વેપારીઓને ઝડપી લઇ તેની સામે કોપીરાઇટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ રહેતા અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ કંપનીમાં ફિલ્ડ એક્ઝિકયુટર તરીકે નોકરી કરતા અંકુર શર્મા રાજકુમાર શર્માએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા જમાદાર રવિભાઇ સહિતે ગાંધીગ્રામ પાસેના એસ.કે. ચોક પાસે મુરલીધર પ્રોવિઝન સ્ટોર,ચામુંડા જનરલ સ્ટોર અને સત્યમ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા જ્ંયાથી કુલ 1918 નકલી ફેવીક્વીક મળી આવતા પોલીસે મુરલીધર પ્રોવીઝન સ્ટોરના સંચાલક મુકેશ રમેશભાઇ ડાંગર,ચામુંડા જનરલ સ્ટોરના સંચાલક આશિષ દિનેશભાઇ વાઢિયા અને સત્યમ ડિપાર્ટમેન્ટના સંચાલક રવિ હરસુખભાઇ રાયચુરા સામે કોપીરાઇટ સહિતનો ગુનો નોંધી નોધી તેની પૂછતાછ કરી હતી.
પોલીસની પૂછતાછમાં દુકાનોમાં કોઇ ફેરિયો નકલી ફેવીકવીક આપી જતો હોવાનું રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે માહિતીને આધારે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રાજ સોસાયટીમાં રહેતો મિલન પૂજારા નામના શખ્સને પાંચ હજારની કિંમતની એક હજાર નકલી ફેવિકવીક સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી કરી હતી.