ગોંડલમાં જમવા મામલે ડખો યુવાન પર ત્રણ શખ્સનો સળિયાથી હુમલો

ગોંડલમાં યુનિટી સિમેન્ટ કોલોનીમાં જમવા મામલે ડખ્ખો થતાં મૂળ સુત્રાપાડાના વતની યુવાન પર તેના જ ગામના ત્રણ શખ્સોએ લોખંડના સળિયાથી હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના વતની અને હાલ ગોંડલમાં આવેલ યુનિટી સિમેન્ટ કોલોનીની ઓરડીમાં રહેતાં નિલેશભાઈ અરજણભાઈ વાજા (ઉ.વ.24) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિંમત માધુ વાજા, ભરત માધુ વાજા, મન્ના પીઠા વાજા (રહે. યુનિટી સિમેન્ટ કોલોની, ગોંડલ) નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે બીએનએસ એક્ટ 115(2), 117(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા. 1 ના રાત્રીના સમયે તે તેના ગામના હિંમતભાઈ તથા તેનો ભાઈ ભરત તેના કાકા મનાભાઈ સાથે તેની ઓરડીમાં જમવાનું બનાવી જમવા બેઠા હતાં. ત્યારે તેઓ જમતા જમતા વાતો કરતા હોય ત્યારે હિંમતભાઈ જમતા ન હોય જેથી તેના ભાઈએ કહેલ કે, હિંમતને જમવાનું કહેવા છતાં તે જમતો ન હતો. જેથી ફરિયાદીએ કહેલ કે, આપણે જમી લ્યો તે તેની રીતે જમી લેશે, તો તેનો ભાઈ ભરત ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલવા લાગેલ હતો. યુવાને તે લોકોને સમજાવેલ તમે ગાળો બોલો નહીં, જેથી ઉશ્કેરાયેલા ભરતે એક લોખંડનો સળીયો લઈ આવ્યો હતો અને હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દિધો હતો. તેમજ હિંમત તથા તેના કાકા મનાભાઈ ઝપાઝપી કરવા લાગ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *