શહેરમાં ત્રણ ગેરકાયદે બાંધકામ સીલ કરી દેવાયા

રાજકોટ મનપાએ 3 મિલકતધારકને ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપ્યા બાદ બાંધકામ ચાલુ રહેતા સીલ કરી દેવાયા છે. વોર્ડ નં.2ના એકજાનનગર, વોર્ડ નં.3ના જંક્શન પ્લોટમાં આવેલા અમરનાથ એપાર્ટમેન્ટ અને વોર્ડ નં.7માં ગુજરીબજાર સોની બજાર ચોક ખાતે મિલકતોને ગેરકાયદે બાંધકામો દૂર કરવા મનપાએ નોટિસ ફટકાર્યા બાદ તાળાં મારી સીલ કરી દેવાઇ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામો દૂર કરવા અને અટકાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે ડો.યાજ્ઞિક રોડ પર આવેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામને શા માટે દૂર કરવામાં આવતું નથી તે મોટો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *