રાજકોટમાં સફાઈ કામદારો માટે ત્રણ દિવસના મેડિકલ કેમ્પનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે વોર્ડ વાઇઝ સફાઈ કામદારો માટે ‘મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.15માં અમુલ સર્કલ પાસે, મોહનભાઈ સરવૈયા હોલ સામે, 80 ફૂટ રોડ ખાતેના મેડીકલ કેમ્પમાં મેયર નયના પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલ, વોર્ડ નં.15ની સંગઠન ટીમ પણ આ તકે હાજર રહી હતી. મેડીકલ કેમ્પ આગામી બે દિવસ એટલે કે, તા.26 અને તા.27ના રોજ જુદા જુદા વોર્ડમાં ચાલુ રહેશે. જેમાં સફાઈ કામદારોનાં આરોગ્યને લગતી તપાસ નિઃશુલ્ક કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે મેયર સહિતનાએ ઉપસ્થિત રહી આરોગ્યલક્ષી મેડીકલ કેમ્પની કામગીરી નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *