રાજકોટ શહેરમાં આજે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન 20-20 અંદાજમાં બેટિંગ કરતા ત્રણ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં નદીઓની માફક પાણી વહેવા લાગતા રાજકોટ મનપાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી ગઈ હતી. 150 ફૂટ રીંગ રોડ પર અનેક જગ્યાએ નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. ઘુંટણસમા પાણી ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોની મુશ્કેલી બેવડાઈ હતી.
સાંજે સાત વાગ્યા સુધી હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.