28 હજારના વ્યાજ સહિત 44 હજાર ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોની ધમકી

પ્રદિપભાઈ મોહનભાઈ વશરામભાઈ જાતે પટેલ (ઉવ-26 ધંધો-સી.એન.સી ઓપરેટર, રહે. રેલનગર આવાસ યોજના કવાર્ટર સુભાષચંદ્રબોઝ ટાઉનશીપ બ્લોક નં- આઇ-એ-12, રાજકોટ શહેર) એ આફતાબભાઇ દલવાણી, અમિતભાઇ, શાહરૂખ ઉર્ફે ડોનુ વાકીયાણી અને રિયાઝભાઇ વિ.નાઓ તેમજ તપાસમાં ખૂલે તેમના વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આફતાબભાઇ દલવાણી પાસેથી ફરીએ 8000 10% લેખે વ્યાજે પૈસા લીધા હતા અને 18,000 વ્યાજ સ્વરૂપે ચુકવેલ અને તથા ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમિતભાઇ પાસેથી ફરીએ 10,000 રૂપિયા 10% લેખે વ્યાજે પૈસા લિધેલ છે અને 5,000 રૂપિયા વ્યાજ સ્વરૂપે ચુકવેલ અને ફરીને ગાળો બોલી હતી. જ્યારે શાહરૂખ ઉર્ફે ડોનું વાફીયાણી પાસેથી ફરીએ 10,000 રૂપિયા રૂ.10% લેખે વ્યાજે પૈસા લીધા હતા અને 20,000 રૂપિયા વ્યાજ સ્વરૂપે ચૂકવ્યા હતા છતા ગાળો બોલી હતી.

બીજા બનાવમાં અર્ચનાબેન સાવનભાઈ લખુભાઈ પરમાર જાતે-અનુ.જાતી ઉ.વ.26 (ધંધો- ઘરકામ રહે. ઉમરાળી ગામ તાજી. રાજકોટ) એ આજીડેમ પોલિસ મથકમાં મુકેશભાઈ જેસીગભાઈ આગરીયા (જાતે આહિર રહે. ઉમરાળી ગામ તા.જી રાજકોટ) ને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આ કામના ફરીયાદી ઉપરોક્ત તારીખ સમય સ્થળે પોતાના ઘરે હતા ત્યારે આરોપી ફરીયાદીના મકાનનો વરંડો કુદી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીનો હાથ પકડી કહેવા લાગેલ કે હાલ મારી સાથે સૂઈ જા તેમ કહી જ્ઞાતી પ્રત્યે હડધુત કરેલ હોય અને ફરીયાદી સાથે જોર-જબરજરતી કરી છેડતી કરી જેમ-ફાવે તેમ ગાળો આપી ફરીયાદી તથા તેમના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *