માત્ર 10 જગ્યા માટે હજારો બેરોજગારો કીડીની જેમ ઊભરાયા

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઊમટી પડતાં હોટલની રેલિંગ તૂટી પડી હતી, જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. એ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યૂમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઊમટી પડ્યા હતા, જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *