વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થ પહોંચ્યા

સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્સવો વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવની જેમ દશામાંની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં હજારો નાની – મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરીને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરતાં હોય છે. ત્યારે આજે વિસર્જન દરમ્યાન વડોદરા કોર્પોરેશન દ્વાર યોગ્ય વ્યવસ્થા ન કરાતાં વિસર્જન માટે શ્રદ્ધાળુઓની આસ્થા સાથ રમત રમાઈ છે. શહેરમા ત્રણ તળાવ પાસે કૃત્રિમ કુંડમાં જગ્ય જ નથી જેને લઇ અનેક શ્રદ્ધાળુ ઓની આસ્થા સાથે રમત રમાઈ છે, કેટલાંક શ્રદ્ધાળુ મૂર્તિ પરત લઇ જતાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો.

શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો
વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કારેલ વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે. પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહિ?, શા માટે લોકોની આસ્થા સાથે રમત?, કેપીસીટી કરતાં વઘુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી છે, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *