જિલ્લા ગાર્ડન ચોક પાસે વાહનચોર ઝબ્બે,ત્રણ બાઇક કબજે

શહેરમાં જિલ્લા ગાર્ડન પાસેથી એ-ડિવિઝન પોલીસે નામચીન વાહન ચોરને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતા ત્રણ વાહનચોરીના ભેદ ઉકેલાતા તેને ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ-ડિવિઝન પાેલીસે બાબરિયા કોલોનીના નામચીન વાહન ચોર હનીફશા ઇબ્રાહીમશા શાહમદારને એક્ટિવા સાથે જિલ્લા ગાર્ડન પાસેથી ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં તેને આ એક્ટિવા તા.21ના રોજ નાગરિક બેંક પાસેથી ચોરી કર્યું હતું અને સાતેક દિવસ પહેલાં કુવાડવા રોડ પર અને મોરબીમાં બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તપાસ કરતા પકડાયેલો હનીફશા અગાઉ વાહનચોરી અને વાંકાનેરમાં ઘરફોડીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ ચોરીના ભેદ ઉકેલવા મથામણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *