નર્મદા લાઈનમાં ભંગાણ થતાઆજે 3 વોર્ડમાં પાણીકાપ રહેશે

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે દરરોજ નર્મદા લાઈનથી પાણી અપાય છે. આ પૈકી ન્યારા સુધી આવતી લાઈનમાં ભંગાણ સર્જાયું છે. આ માટે લાઈન બંધ કરવી જરૂરી હોવાનું ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે જણાવતા મનપાએ 10મીએ 3 વોર્ડમાં એટલે કે વોર્ડ નં. 1, 2, અને 3માં પાણીકાપ જાહેર કર્યો છે. આ વોર્ડના રૈયાધાર આધારિત બજરંગવાડી, રેલનગર તેમજ ઘંટેશ્વર હેડવર્કસના વિસ્તારોને પાણી મળશે નહીં જેમાં વોર્ડ નં.1 આખો જ્યારે 2 અને 3ના અમુક વિસ્તારો સમાવિષ્ટ છે.

બજરંગવાડી હેડવર્કસમાં બજરંગવાડી, ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર 1-2, અવંતિકા પાર્ક, પૂજાપાર્ક, શિવાનંદ પાર્ક, પુનિતનગર, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી, ભોમેશ્વરવાડી, જાગૃતિ શ્રમજીવી સોસા., ભોમેશ્વર પ્લોટ, ગોકુળિયાપરામાં પાણીકાપ રહેશે. રેલનગર હેડવર્કસમાં આવતા રેલનગર, પોપટપરા, મોચીનગર, પરસાણાનગર, જંક્શન પ્લોટ, શ્રોફ રોડ, હરિલાલ ગોસલિયા માર્ગ, સરકારી ક્વાર્ટર્સ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ જ્યારે ઘંટેશ્વર હેડવર્કસ હેઠળ રિંગ રોડ-2, વર્ધમાનનગર, આસ્થા ક્રિસ્ટલ સિટી, હર્ષદીપ સોસાયટી, જલારામ મંદિર, અંજલિ પાર્ક, મારુતિનંદન સોસાયટી, મહાદેવ પાર્ક, શાંતિનગર, નાગેશ્વર સોસાયટીમાં પાણીકાપ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *