મનપાના ડેપોમાંથી બહાર નીકળતી બસના ચેકલિસ્ટમાં ટેક્નિકલ ખામી કે બ્રેક ફેલ ચેક કરવાની જોગવાઇ જ નથી!

મહાનગરપાલિકાના ડેપોમાંથી નીકળતી સિટી બસ દરરોજ સવારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝર દ્વારા ચેક કરવામાં આવે છે ખરા પરંતુ તેના ચેકલિસ્ટમાં ટેક્નિકલ ખામી કે બ્રેક ફેલ બાબતે ચેક કરવાની કોઇ જોગવાઇ જ ન હોવાની વિગતો પ્રકાશમાંઆવી છે.

રાજકોટ રાજપથ લિ.ના મેનેજર મનીષ વોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના અટલ ડેપોમાંથી દરરોજ સવારે 84 સિટી બસ, આજી ડેમ ડેપોમાંથી 76 બસ અને રૈયા રોડ ડેપોમાંથી 70 જેટલી બસ ઉપાડવામાં આવે છે અને અલગ-અલગ રૂટો પર રવાના કરવામાં આવે છે. આ સિટી બસનું દરરોજ વહેલી સવારે એક ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને બે સુપરવાઇઝરની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સિટી બસના ચેકલિસ્ટમાં 14 મુદ્દાનો સમાવેશ થાય છે. જેમાં બસના ગ્લાસ, પેસેન્જર ડોર, પેસેન્જરની સીટ, આરઆરએલની મંજૂરી વગર પેઇન્ટિંગ કર્યું નથીને, ઇન્ડિકેટર, હેડ લાઇટ, ઇમર્જન્સી કિટ, મીટર રીડિંગ, શિયાળો અને ચોમાસું હોય તો વાઇપર, ફાયર એક્સટિંગ્વિસર, આરઆરએલની મંજૂરી વગર પેઇન્ટ, પોસ્ટર લગાડ્યા નથીને, ડેકોરેટિવ કે ધાર્મિક સિમ્બોલ લગાવ્યા નથીને, બસની અંદરની લાઇટ, હેન્ડરેલ, બસ અંદર અને બહારથી ક્લિનિંગ કરાઇ છે કે નહીં, એ.સી. વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તે તમામ બાબતો ચકાસવામાં આવે છે. જ્યારે ટેક્નિકલ ખામી અને બ્રેક ચકાસવામાં આવતી નથી. સામાન્ય રીતે બસમાં જો ટેક્નિકલ ખામી હોય કે બ્રેકમાં ખામી હોય તો રાત્રે જ ડ્રાઇવર તેની એજન્સીને જાણ કરી દે છે અને તેના ગેરેજમાં રાત્રે જ બસનું રિપેરિંગ કરી નાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *