પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી

23મી જુલાઈ (રવિવાર)ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે.

રાજસ્થાનમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ
ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 113.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 109.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલની કિંમત રૂ.84.10 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત રૂ.79.74 પ્રતિ લીટર છે.

16 રાજ્યોમાં પેટ્રોલ 100થી ઉપર
દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ 100 રૂપિયાની ઉપર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *