કેનેડાની પોલીસમાં પણ એક ખાલિસ્તાની

કેનેડામાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરાયેલા હુમલામાં કેનેડાની પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે. કેનેડાની પોલીસનો જ એક અધિકારી ખાલિસ્તાન તરફી પ્રદર્શનમાં સામેલ રહ્યો હતો. આ પીલ રિજનલ પોલીસના અધિકારીની ઓળખ સાર્જન્ટ હરિન્દર સોહી તરીકે થઈ છે. વીડિયોમાં તેને ખાલિસ્તાનના ઝંડા સાથે જોઈ શકાય છે. કેનેડાએ ખાલિસ્તાનીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે.

અહેવાલ મુજબ વાયરલ વીડિયોમાં તેની ઓળખની પુષ્ટિ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી તે જૂથનો ભાગ હતો જેણે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હાજર ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી હોબાળો ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો છે.

કેનેડા જ એક પત્રકાર ડેનિયલ બોર્ડમેને અગાઉ ખુલાસો કર્યો હતો કે હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓના હુમલામાં પીલ રિજનલ પોલીસ અધિકારી સાર્જન્ટ હરિન્દર સોહી સામેલ હતો. આ પત્રકારે સાર્જન્ટ હરિન્દર સોહીને સસ્પેન્ડ કરાયો હોવાની વાતને પુષ્ટિ આપતી એક પોસ્ટ ટ્વિટર પર મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *