સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ નથી, રસ્તા પણ ખરાબ હોવાથી 12 કલાક લાગે છે

સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ નથી, રસ્તા ખરાબ હોવાથી માંડ 7 કલાકનું અંતર કાપવામાં 10થી 12 કલાક લાગી જાય છે, જેથી લોકો માટે એકમાત્ર વિકલ્પ ટ્રેનનો બચે છે. બંને શહેરો વચ્ચે ફ્લાઈટ 2 વર્ષથી બંધ થઈ ગઈ છે. ડિસેમ્બર-2023માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થયું ત્યારે હીરા વેપારીઓએ સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવા માટે માંગ કરી હતી. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સે પણ ફ્લાઈટ શરૂ કરવા માટે માંગ કરી હતી. સુરતમાં વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે, પરંતુ તેનું વેચાણ મુંબઈથી થતું હોય છે, જેથી સુરતના હીરા વેપારીઓ અઠવાડિયામાં બે-ત્રણ વખત સુરત-મુંબઈ વચ્ચે આવ-જા કરતા હોય છે. સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ ચાલુ હતી ત્યારે 60થી 80 ટકા જેટલી બુક થઈ જતી હતી તેમ છતાં કોઈક કારણોસર બંધ કરી દેવાતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત બાય રોડ આવવા-જવામાં વધારે સમય લાગતો હોવાથી સેલિબ્રિટીઓ પણ સુરત માટે ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં જ મલાઈકા અરોરા, નોરા ફતેહ, સોનુ નિગમ, ભારતી સિંઘ, કિકુ શારદા, સોફિયા ચૌધરી, કાર્તિક આર્યન, વિદ્યા બાલન, રાહુલ વૈદ્ય, અપાર શક્તિ, ખુરાના, ઝાકીર ખાન પણ ટ્રેનમાં જ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *