જસદણ અને વીંછિયા તાલુકાની પ્રજાની સુખાકારી માટે જસદણના સામાજિક કાર્યકર ભરતભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ ઉર્ફે ભક્તિભાઈ આજે સાયકલ દ્વારા અયોધ્યાની યાત્રા પર નીકળ્યા છે, તેમને શહેરીજનોએ દિલથી વિદાય આપી હતી. સવારે ભરતભાઈ જે સોસાયટીમાં રહે છે ત્યાંથી અયોધ્યા સાયકલ દ્વારા પ્રસ્થાન કરતાં તેમને જસદણ જીઆઈડીસી એસોસિએશન શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડ અને સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડ સહિતના અનેક શહેરીજનોએ તેમને ભાવભેર વિદાય આપી હતી.
જસદણથી અયોધ્યા 1700 કિલોમીટરનો પ્રવાસ ભરતભાઈ 14 દિવસમાં પૂર્ણ કરશે અને અયોધ્યા પહોંચી ભરતભાઈ રામમંદિરમાં પહોંચી જસદણ અને વીંછિયા પંથકના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરશે.