ઉપલેટાના યુવાને 20,050 ફૂટ ઊંચાઇએ આવેલો માઉન્ટ યુનમ સર કર્યો

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો અને જો તરવરતું યૌવન હોય તો પગ જાણે ધરતી પર પડતા જ ન હોય તેવો થનગનાટ અનુભવાતો હોય છે. જેમને એડવેન્ચર ટૂરનો શોખ હોય તેવા લોકો માટે માઉન્ટ યૂનમ નામ અજાણ્યું નહીં જ હોય પરંતુ આ માઉન્ટ સર કરવો એટલો આસાન પણ નથી.ઉપલેટાના વતની ગૌરાંગ પુરોહિતે તાજેતરમાં હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ 20,050 ફૂટ છે તે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો.ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા આ ટીમને સ્પોન્સર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *