રાજકોટના બેટી ગામે રહેતા યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં ગમગીની સર્જાઇ છે. બનાવને પગલે એરપોર્ટ પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.
બેટી ગામે રહેતા ચીનાભાઇ રણછોડભાઇ ઉકેળિયા (ઉ.40)એ પાેતાના ઘેર લાકડાંની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પરિવારને જાણ થતા તેને જાણ કરતા 108ની ટીમે પહોંચી મૃત જાહેર કરતા એરપોર્ટ પોલીસ મથકના જમાદાર પરેશભાઇ સાંગાણી સહિતે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન બે ભાઇમાં નાનો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.