રાજકોટની શોભા વધારવા લાખોનાં ખર્ચે બનેલા સર્કલ તોડી નાના કરવાની કામગીરી શરૂ

રાજકોટ શહેરની શોભા વધારવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરનાં વિવિધ મુખ્ય ચોકમાં વિશાળ સર્કલ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, આ સર્કલનાં કારણે ટ્રાફિકજામ થવાની શક્યતા મનપાને દેખાઈ નહોતી. આ કારણે લાખો રૂપિયાનાં ખર્ચે આકર્ષક સર્કલ ઊભા કરાયા હતા. જોકે, ટ્રાફિકજામ થવાનું કારણ આ મસમોટા સર્કલ હોવાનો અભિપ્રાય સુરતની એજન્સીએ આપ્યા બાદ આ સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવાયો હતો. જે કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

મોટા સર્કલો બનાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે. જેને લઈ મનપાએ સુરતની એજન્સી પાસેથી અભિપ્રાય મેળવીને આ મોટા સર્કલો તોડવાની કામગીરી શરૂ કરી હતી. આજે સવારે કોટેચા સર્કલથી મોટા સર્કલ તોડવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ, મોકાજી સર્કલ, નાણાવટી ચોક સહિતના સર્કલ નાના કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *