શહેરમાં જામનગર રોડ પર પીડીયુ મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં મારામારીની ઘટના સામે આવી છે. યુવતી સાથે બેઠેલા તબીબને જોઇ જતા મહિલા તબીબે ડખો કરતા માર માર્યો હતો. બનાવને પગલે મહિલા તબીબ સારવાર માટે હોસ્પિટલમાં ફરિયાદ સાથે દાખલ થતા પ્ર.નગર પોલીસે તબીબ સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ડો.રૂચિતા કુમારી રામબિહારી સીંગ (ઉ.25) તા.8-11ના જામનગર રોડ પર રૂડા બિલ્ડિંગ પાસે પીજી હોસ્ટેલમાં હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં નોકરી કરતા ડો.ગર્વિતસીંગ એ મારકૂટ કરી ગળું દબાવી દીધું હતું. બનાવ અંગે દેકારો થતા અન્ય મિત્રો આવી જતા છોડાવી હતી. બનાવ અંગે દુખાવો થતા મહિલા તબીબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ ગોહેલ સહિતના સ્ટાફે તપાસ કરી હતી.