જ્યારે બેડીગામમાં જ રહેતા નવઘણ સીંઘાભાઈ ગોલતર (ઉ.વ.48)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં બે મુખ વાળા મેલડીમાતાજીનું મંદિર આવેલ છે તેમાં તેઓ સેવા-પુજા કરે છે. ગઈ તા.26.2.204ના તેઓ મંદિરે દિવાબતી કરવા ગયેલ બાદમાં મંદિર બંધ કરી ઘરે પરત ફરેલ બાદમાં સાંજના સમયે તેઓ ફરીવાર મંદિરે દિવાબતી કરવા ગયેલ ત્યારે માતાજી પર ચડાવેલ ચાંદીના નાના-મોટા છતર આશરે 400 ગ્રામ રૂ.30 હજારનો મુદામાલ જોવા મળેલ નહી જેથી કોઈ અજાણ્યા શખ્સો માતાજી પર ચઢાવેલ છતર ચોરી કરીને નાસી છુટયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની બંને ફરિયાદ પરથી કુવાડવા પોલીસ ટીમે તપાસ હાથ ધરતા મંદિરમાંથી ચોરી કરતો એક શખ્સ સીસીટીવીમાં કેદ થયેલ હતો જે ફુટેજના આધારે તપાસ કરી ભગીરથ સોસાયટીમાં રહેતા એક શખ્સને શકંજામાં લઈ પુછતાછ હાથ ધરી છે.