ટીવી ડિરેક્ટરે રિયલમાં સીન કરી નાખ્યો!

વડોદરામાં 13 માર્ચ, 2025ની રાત્રે થયેલ ‘રક્ષિત કાંડ’ તો તમને યાદ જ હશે. જેમાં નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આવી જ એક ઘટના કોલકાતાથી સામે આવી છે. જેમાં ટીવી ડિરેક્ટરે નશાની હાલતમાં લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એકનું મોત થયુ છે અને છ ઘાયલ થયા છે.

પોલીસે ટીવી ડિરેક્ટરની ધરપકડ કરી કોલકાતાના ઠાકુરપુર બજારમાં એક બંગાળી ફિલ્મ ડિરેક્ટરે પોતાની કારથી 7 લોકોને કચડી નાખ્યા હતા. આરોપી ફિલ્મ ડિરેક્ટર સિદ્ધાંત દાસ ઉર્ફે વિક્ટોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, પોલીસ તેની ધરપકડ કરે તે પહેલાં, ગુસ્સે ભરાયેલા ટોળાએ સિદ્ધાંત અને બંગાળી ચેનલના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રિયા બાસુ, જેઓ તેની સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમને ઘટના સ્થળ પર જ ધીબેડી નાખ્યા હતા. પોલીસે બંનેને ભીડમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા. ચોક્કસથી આ કિસ્સો વડોદરાના ‘રક્ષિત કાંડ’ જેવો છે, તેમાં પણ ભીડે આરોપીને મેથીપાક ચખાડ્યો હતો.

મૃતકની ઓળખ અમીનુર રહેમાન તરીકે થઈ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર ઉપરાંત, તેઓ રાજકારણમાં પણ સામેલ હતા. તેમની ઓળખ CPIMના નેતા તરીકે પણ થઈ હતી. ઘાયલોમાંથી બેને CMRI હોસ્પિટલમાં અને ચારને કસ્તુરી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અહેવાલો અનુસાર, ડિરેક્ટર અને ફિલ્મ મેકર શ્રિયા બાસુ તેના ડેલી સોપની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. કોલકાતાના સાઉથ સિટી મોલમાં બંનેએ મધ્યરાત્રિ સુધી પાર્ટી કરી. પછી બંને નશાની હાલતમાં શહેરમાં ફરતા હતા. સવારે 9:30 વાગ્યે નશામાં ધૂત સિદ્ધાંતે ડાયમંડ હાર્બર રોડ પાસે પોતાની કાર લોકો પર ચડાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *