છોકરી ભગાડી જવાના મુદ્દે યુવાન પર ત્રિપુટીનો હુમલો

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ગામે રહેતા યુવકને છોકરી ભગાડી જવાની શંકાએ ફોન કરી બોલાવી લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જનાર ત્રણ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.કોટડાસાંગાણીમાં મફતિયાપરામાં રહેતા અને શાપરમાં કનેરિયા ઓઇલમિલમાં નોકરી કરતા અસરફભાઇ સલીમભાઇ હેરંના (ઉ.35) તા.6ના રોજ રાત્રીના તેના ઘેર હતા ત્યારે બહાદુર નામના શખ્સે તેને ફોન કરી મફતિયાપરામાં રામામંડળ હોય ત્યાં આવવા જણાવ્યું હતું જેથી તે ત્યાં ગયા હતા અને ફોન કરતાં તેને ત્યાં નહીં પરંતુ તેની નજીક આવેલા જોગણી માતાજીના મંદિરે બોલાવતા તે ગયા હતા ત્યાં મોદિસ નામનો શખ્સ હાથમાં તલવાર લઇને ઊભો હતો અને બહાદુર પાસે લોખંડનો પાઇપ હોય જેથી તેઓએ ગાળો આપવાનું શરૂ કરતાં તેને ગાળો આપવાની ના પાડતા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેની સાથે રહેલા મહંમદએ લાફા તેમજ ઢીકાપાટુનો માર મારતાં દેકારો કરતાં તેની પત્ની, પુત્ર સહિતના આવી જઇ તેને છોડાવતા ત્રણેય શખ્સએ જતા જતા તે કહેતા હતા કે, આજે તો જવા દીધો હવે પછી જાનથી મારી નાખીશ. ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *