રાજકોટમાં ચીક્કી બનાવતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરી નમૂના લેવાયા

શિયાળાની ઋતુ શરૂ થતા ચીકી અડદીયાની શરૂઆત થઇ જવા પામે છે. તેવામાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા ચીકી બનાવતા વેપારીઓને ત્યાં સ્થળ તપાસ કરી સેમ્પલ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એસ્ટ્રોન ચોક નજીક મોહિતિ સરબત ખાતેથી કુલ 343 લીટર સરબત એક્સપાયરી થયેલી મળી આવતા તેનો સ્થળ પર નાશ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સરદારનગર વેસ્ટ શેરી નં-4, એસ્ટ્રોન ચોક પાસે આવેલા નરેશભાઈ લીલારામ ભંભલાણીની માલિકી પેઢી “મોહિની સીઝન સ્ટોર્સ”ની સ્થળ તપાસ કરવામાં આવેલી, જે પેઢીમાં વિવિધ પ્રકારની ચીકી, વિવિધ ફ્લેવરના સરબત તથા સીરપ વગેરેનું ઉત્પાદન કરી અન્ય વેપારીઓને હોલસેલ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું.

રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી
સ્થળ પર જઇ રૂબરૂ તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલું વિવિધ ફ્લેવરના સરબત, સીરપ(750 ml)ની બોટલ નંગ કુલ 458 ચકાસતા તમામ બોટલોનો જથ્થો એક્સપાયરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ બોટલ પર લગાડેલ એક્સપાયરી ડેટ વાળું લેબલ દૂર કરી લેબલમાં છેડછાડ કરતાં હોવાનું પણ પેઢીના માલિકે સ્વીકાર્યું હતું. આમ કુલ 343 લીટર સરબત, સીરપનો (બોટલમાં ભરેલ) જથ્થો સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. તેમજ સ્થળ પરથી ઓરેન્જ ફ્લેવર સીરપ તથા કાળા તલની ચીકીના નમૂના લેવામાં આવેલા છે. જે લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલી આપવામાં આવશે. જે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *