રાજકોટમાં રીક્ષાગેંગનો આતંક હજુપણ યથાવત છે. સમયાંતરે રીક્ષાગેંગ દ્વારા મુસાફરો પાસેથી રોકડ રકમ અને માલસામાન તફડાવી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પ્રકાશભાઈ સુરેશભાઈ ગોહેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ ગત તારીખ 30 ઓગષ્ટનાં રોજ તેઓ બજરંગવાડી નજીકથી એક રિક્ષામાં બેઠા હતા. દરમિયાન અન્ય એક મુસાફર પણ રિક્ષામાં હતો. રીક્ષા ચાલકે આ મુસાફર સાથે મળીને પોતાની નજર ચૂકવી રૂ. 10,000ની રોકડ સાથેનું પાકિટ તફડાવી લીધું હતું. આ ફરિયાદને આધારે માલાવીયા નગર પોલીસ દ્વારા અજાણ્યા રીક્ષા ચાલક અને મુસાફર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.