દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ હાઉસિંગ સોસાયટી શેરી નં.4માં ગુજરાત હાઉસિંગ બોર્ડે એમઆઇજી ડેરી લેન્ડ સ્કીમ હેઠળ બનાવેલા ફ્લેટમાં રહેતા મંજૂરઆલમ રહેમતુલ્લાન શેખસીદ્દીકીની ઉપર રાજકોટ નાગરિક સહકારી બેન્કના રૂ.6,46,702 ચડત થઇ જતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ધી સિક્યુરિટાઇઝેશન એક્ટ હેઠળ મિલકતનો કબજો બેન્કને અપાવી દેવા હુકમ કર્યો હતો. જે મુજબ મામલતદાર(પૂર્વ) કચેરીનો સ્ટાફ ફ્લેટનો કબજો બેન્કને અપાવવા ગયો હતો ત્યારે તેના સ્ટાફ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલીને ઘર્ષણ કર્યું હતું.
મામલતદાર કચેરીના સ્ટાફે જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના એમઆઇજી ડેરી લેન્ડ સ્કીમ હેઠળના ફ્લેટ નં.1041 જેનું ક્ષેત્રફળ 48-29 ચો.મી. છે અને તેનો બિલ્ટઅપ એરિયા 31.89 ચો.મી. છે તેનો કબજો લેવા ગુરુવારે સવારે ગયા હતા ત્યારે મંજૂરઆલમ રહેમતુલ્લાન શેખસીદ્દીકીના પુત્રો તથા સામાજિક કાર્યકર દરવાન નજમાબેન દ્વારા ચાલુ વીડિયો શૂટિંગ દરમિયાન બેંકના અધિકારી અને મામલતદાર ઓફિસના સ્ટાફ સાથે અપશબ્દો બોલીને ઘર્ષણ કરાયું હતું.