વર્લ્ડ કપની પ્રથમ મેચ રમવા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સૌપ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે ત્યારે આજે બપોરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. બંને ટીમો અમદાવાદ એરપોર્ટથી સીધી હોટલ ખાતે પહોંચી હતી.

ઢોલ નગારા વગાડી કિવી ટીમનું સ્વાગત
ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે રોકાઈ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ હોટલ હયાત પર પહોંચી ત્યારે હોટલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને ગુજરાતી પરંપરા મુજબ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટીમના દરેક ખેલાડીઓ અને સ્ટાફને સાલ ઓઢાડી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બુધવારે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. વર્લ્ડ કપ મેચની શરૂઆત પહેલા 4 ઓક્ટોબરના રોજ તમામના કેપ્ટનો અમદાવાદ ખાતે આવશે અને તેઓનું વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *