રાજ્યની પહેલી ટિશ્યૂ બેંક સુરતમાં બનશે

સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધુ સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે હોસ્પિટલ આશીર્વાદ રૂપ થઈ રહી છે, ત્યારે વધુ સુવિધા ઉભી કરવાની દિશામાં કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં બ્લડ બેંક, મિલ્ક બેંક અને આઇ બેંક સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે, હવે તેની સાથે રાજ્યમાં સ્મીમેર હોસ્પિટલ પહેલી હોસ્પિટલ હશે કે, જેમાં ટિશ્યૂ બેંક પણ કાર્યરત થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં હોસ્પિટલોની અંદર દૂરબીનની મદદથી પીએલસી અને એએલસી ઘૂંટણની સર્જરીમાં ટેન્ડર ગ્રાફની જરૂરિયાત ઉભી થતી હતી. સર્જરી દરમિયાન ડોક્ટર દર્દીના શરીરમાંથી ટિશ્યૂ લઈને સર્જરી કરી લેતા હતા. ટિશ્યૂ એકત્રિત કરવા માટે અને તેને ડિસઇન્ફેક્ટ કરી દર્દીઓ માટે ઉપયોગમાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *