ડરી રહેલું શેરમાર્કેટ છેલ્લા કેટલાક સમયથી મોદી ફેક્ટરથી તેજીનો આનંદ લઇ રહ્યું છે. ભારતીય શેરમાર્કેટનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે તેમ કહેવું ખોટું નથી. ત્રણ દિવસમાં માર્કેટ 69થી 71 હજાર પોઇન્ટ ક્રોસ થઇ ગયું. તેજી જોતા લાગી રહ્યું છે કે સોમવારથી શરૂથનારા નવા સપ્તાહમાં 72000 પોઇન્ટ પણ ક્રોસ કરી શકે છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સેન્સેક્સ 4500 પોઇન્ટ વધ્યો છે અને રોકાણકારોની સંપત્તિ 22 લાખ કરોડ રૂપિયા વધી 358 લાખ કરોડ પહોંચી ગઇ છે.
ભારતીય શેરમાર્કેટની વન-વે તેજીમાં હવે મુખ્ય મુદ્દો એ છે કે રોકાણકારે શું કરવું જોઈએ? જો તમે ખૂબ ટૂંકા ગાળાના ટ્રેડર છો, તો તેઓએ પહેલેથી જ નફો બુક કર્યો છે અને કૅશ પર બેઠા છે. બજારો ક્યારેય લાઇનર દિશાઓમાં આગળ વધતા નથી તેથી સારી રેલી પછી આપણે કોઈ પણ સમયે 2-4% કરેક્શન જોઈ શકીએ છીએ, પરંતુ જો તમે હમણાં બહાર નીકળો છો, તો તમે ફરીથી પ્રવેશ કરી શકશો નહીં. તેથી હાલના રોકાણકારો માટે કંઈ ન કરવું એ સારો વિકલ્પ રહેશે. હવે કોઈપણ રોકાણકાર કે જેમણે હજુ સુધી કોઈ રોકાણ કર્યું નથી અને બજારોમાં પ્રવેશવા ઈચ્છુક છે તેઓ STP રૂટ લઈ શકે છે. વૈશ્વિક સ્તરે જિયો ટેન્શન હળવું થવા સાથે ફુગાવો કાબુમાં આવતા વ્યાજદર વધારો અટકી ગયો છે એટલું જ નહિં આગામી વર્ષથી ઘટાડો શરૂ થશે. વિદેશી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે અને વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતમાં રોકાણ પર વધુ ભરોસો દર્શાવી રહ્યાં છે પરિણામે વિદેશી રોકાણકારોની આક્રમક ખરીદી આવશે જે બજારને સતત નવી ઊંચાઇ તરફ લઇ જશે. રિટેલ રોકાણકારોની ખરીદી, મ્યૂચ્યુઅલ ફંડ્સમાં સતત વધી રહેલું રોકાણ અને પ્રાઇમરી માર્કેટમાં કંપનીઓની આક્રમકતા બજારને દોરી જશે.