ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી સિઝન અમદાવાદમાં 31મેથી થશે

ક્રિકેટ પ્રીમિયમ લીગ (CPL)ની બીજી સિઝન S G હાઇવે પર , નિરમા યુનિવર્સિટીની સામે આવેલા SGVP ગ્રાઉન્ડ્સ ખાતે 31 મેથી 14 જૂન, 2025 દરમિયાન યોજાવા જઈ રહી છે. ચિરિપાલ ગ્રૂપની પ્રમુખ પહેલ સીપીએલ યોજવા પાછળનું મિશન ટોચના રણજી ટ્રોફી ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓને એક સંરચિત, સ્પર્ધાત્મક પ્લેટફૉર્મ પૂરું પાડીને ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના પરિદ્રશ્યને નવા સ્તરે લઈ જવાનું છે. ઓપનિંગ સેરેમનીમાં SGVPના ઉપપ્રમુખ બાલકૃષ્ણદાસજી સ્વામી, વિકાસ સહાય IPS,DGP અને ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય સહકારી બેંક અને ADB બેંકના અધ્યક્ષ અજય પટેલ ઉપસ્થિત રહેશે.

આ સીઝનમાં 6 દમદાર ટીમને સામેલ કરવામાં આવી છે, જેમના નામ છેઃ સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના સહયોગની સાથે CPLએ રાજ્યમાં ક્રિકેટની શ્રેષ્ઠતાને બિરદાવનારા પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકેનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે. હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝ વચ્ચેની શરૂઆતની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ઓપનિંગ વીકેન્ડના રોજ ગાંધીનગર લાયન્સ વિરુદ્ધ સાબરમતી સ્ટ્રાઇકર્સ અને કર્ણાવતી કિંગ્સ વિરુદ્ધ નર્મદા નેવિગેટર્સની વચ્ચે પણ મેચ રમાશે, રજીત દિવેટીયા CPLના મેચ રેફરી રેહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *