હાર્દિક પંડ્યાના ફેન્સ જાસ્મિન વાલિયા સાથેની તેની ડેટિંગ અફવાઓ વિશે સત્ય જાણવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પછીના કેટલાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ વીડિયો હાર્દિક-જાસ્મિનના ઇલુ-ઇલુની હિંટ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ચર્ચામાં! સોમવારે (31 માર્ચ) રાત્રે મુંબઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)સામેની IPL મેચ પછી જાસ્મિન વાલિયા (હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ)ના વીડિયોએ ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. મેચ દરમિયાન પણ જાસ્મિન MI અને ટીમના કેપ્ટન હાર્દિક માટે ચિયર કરતી જોવા મળી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી હાર્દિક-જાસ્મિનના અફેરની અફવાઓ ચાલી રહી છે, પરંતુ ગઈકાલે મુંબઈની જીત બાદ જાસ્મિન MIની ટીમ બસમાં ચઢી ત્યારે અફવાઓ સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ટીમ બસમાં ફક્ત ખેલાડીઓ અને તેમના પરિવારોને જ બેસવાની મંજૂરી હોય છે.
મેચ દરમિયાન જાસ્મિન વાલિયા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લેક ચશ્માં પહેર્યાં હતાં અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેચ દરમિયાન તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધાનાં થોડાં અઠવાડિયાં પછી ગ્રીસ વેકેશનના ફોટો સામે આવ્યા ત્યારથી બંનેની લવસ્ટોરી ચર્ચામાં છે.