‘કાંટા લગા…’ ગીત ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. એક્ટ્રેસના અકાળે અવસાન પર ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડ સ્ટાર્સમાં શોકની લહેર ફરી વળી છે. એવામાં એક્ટ્રેસની મિત્ર પૂજા ઘાઈએ મોતના થોડા કલાકો પહેલાંનું રહસ્ય ખોલ્યું છે, જેને સાંભળ્યા બાદ સૌકોઈ ચોંકી ગયા છે.
વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂજા ઘાઈએ કહ્યું, ‘મને લાગે છે કે કોઈ પર્સનલ વાત પર કોમેન્ટ કરવી યોગ્ય નથી, પરંતુ હું દુબઈમાં રહું છું અને એ સારું છે કે હવે હું એક્ટ્રેસ નથી, તેથી મને તેની (યંગ દેખાવાની) જરૂર નથી, પરંતુ મને લાગે છે કે કેટલીક વ્યક્તિ સ્કિન ટ્રીટમેન્ટ લે છે અને કદાચ તેને એની જરૂર છે. એ ખૂબ જ સામાન્ય છે. જો તમે દુબઈમાં અહીં શેરીઓમાં જુઓ તોપણ ઘણા ક્લિનિક્સ અને સલૂન્સમાં વિટામિન સી ડ્રિપ આપવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય પ્રોસેસ ,છે જે લોકો કરે છે તેમના માટે.’
એ દિવસે તેણે સ્કિન ટ્રીટમેન્ટ માટે વિટામિન Cની બોટલ ચડાવી હતી, પણ જેમ મેં કહ્યું એમ વિટામિન સી લેવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણે બધા વિટામિન C લઈએ છીએ ને? કોવિડ પછી લોકોએ એને નિયમિતપણે લેવાનું શરૂ કર્યું છે. હું પોતે પણ વિટામિન C લઉં છું. કેટલાક લોકો ગોળીઓ લે છે અને કેટલાક એને IV ડ્રિપ દ્વારા લે છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શેફાલીએ કયા સમયે ડ્રિપ લીધી હતી? ત્યારે પૂજાએ કહ્યું- ‘મને બરાબર ખબર નથી કે તેણે કેટલી મિનિટો કે કલાકો પહેલાં ડ્રિપ લીધી હતી. મને ફક્ત એટલું જ ખબર છે કે તેને વિટામિન Cની બોટલ ચડાવવી હતી, કારણ કે જ્યારે હું અંતિમસંસ્કાર વખતે તેના ઘરે ગઈ ત્યારે પોલીસે એ ડ્રિપ આપનાર માણસને ફોન કરીને પૂછ્યું કે તેણે તેને કઈ દવા આપી હતી. એટલે અમને ખબર પડી કે તેણે એ દિવસે IV ડ્રિપ લીધી હતી.’