બાબા સિદ્દીકીને ગોળી મારનારની બહરાઈચમાંથી ધરપકડ!

મુંબઈના બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર શિવ કુમાર ઉર્ફે શિવાની UP STF અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે નેપાળ બોર્ડરથી 19 કિમી પહેલા નાનપરામાં પકડાયો હતો. તેના ચાર મદદગારોની પણ ધરપકડ કરવામાં આવી છે. શિવકુમાર નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.

ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓમાં અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. તમામ બહરાઈચના ગંડારા ગામના રહેવાસી છે. તેઓ શિવ કુમારને આશ્રય આપવા અને નેપાળ ભાગી જવામાં મદદ કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 12 ઓક્ટોબરે થયેલી બાબા સિદ્દીકીની હત્યામાં શિવાની સંડોવણી હતી. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો, જ્યારે તેના બે સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે.

શિવ કુમારે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે ભંગારના વેપારી શુભમ લોંકર દ્વારા લોરેન્સ ગેંગ માટે કામ કરતો હતો. બાબા સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. હત્યા બાદ શિવકુમાર મુંબઈથી ભાગી ગયો હતો અને ઝાંસી, લખનૌ થઈને બહરાઈચ પહોંચ્યો હતો અને નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *