ઝુંડાળાની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર MP માંથી ઝડપી લેવાયો

થોડા સમય પહેલાં ઝુંડાળાની સીમમાંથી સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી આરોપી અપહરણ કરીને લઇ ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાના વાલીઓની ફરિયાદ પરથી આટકોટ પોલીસ સતર્ક બની હતી અને દુષ્કર્મ આચરનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના એક શહેરમાંથી શોધી લાવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ સગીરાની માતાની ફરિયાદ બાદ આ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝુંડાળાની સીમમાંથી સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી, બદકામનાના ઇરાદે અપહરણ કરી લઈ જઇને આરોપીએ દુષ્કર્મ કર્યું હતું. આરોપીને આટકોટ પોલીસે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સિસ માહિતીના આધારે આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ બી કાકડીયા, કોસ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા જયરાજભાઈ સોનારા જયદેવભાઈ વગેરેએ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતેથી આ આરોપીને પકડી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી કરનાર આર એસ સાકરીયા પી આઈ આટકોટ સહિત આટકોટ નો પોલીસ સ્ટાફ જોડાયો હતો અને આરોપીને જેલ હવાલે કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *