ધારાસભ્યએ TDOને જાહેરમાં ખખડાવ્યા

રાજ્યભરમા વિકસિત ભારત સંકલ્પયાત્રાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરકારી યોજનાનો લાભ ગામડે-ગામડે લોકોને મળે એ હેતુથી વિકસિત ભારત સંકલ્પયાત્રાનું આયોજન તમામ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલીના સાવરકુંડલા-લિલિયા વિધાનસભા વિસ્તારમાં પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા, જોકે આ કાર્યક્રમમાં સ્થાનિકોની બહુ પાંખી હાજરી જોવા મળી હતી. એને લઈ ધારાસભ્ય મહેશ કસવાળા અકળાયા હતા અને TDOને જાહેરમાં ખખડાવ્યા હતા.

લીલીયામાં આયોજીત કાર્યક્રમમાં સ્થાનિકોની ગેરહાજરીથી ધારાસભ્ય મહેશ કસવાળા અકળાઈ ઊઠ્યા હતા. તેમણે જાહેરમંચ પરથી TDOને ઊધડો લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું, માત્ર સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિ માટે આ કાર્યક્રમ નથી. લોકોની ગેરહાજરી જોઈ કહ્યું કે આવા કાર્યક્રમ કરવા હોય તો આવતીકાલથી યાત્રા બંધ રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *