સુનીતાને સ્પેસ સ્ટેશન પર લઈ જવાનું મિશન બીજી વખત ટળ્યું

ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશન બીજી વખત મોકૂફ રાખવામાં આવ્યું હતું. તે આજે રાત્રે 9:55 કલાકે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ વી રોકેટ પર લોન્ચ થવાનું હતું.

ગ્રાઉન્ડ લોંચ સિક્વન્સરે લિફ્ટઓફની 3 મિનિટ 50 સેકન્ડ પહેલાં કાઉન્ટડાઉન ઘડિયાળને આપમેળે હોલ્ડ કરી દીધી હતી. એન્જિનિયરો હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે ગ્રાઉન્ડ લૉન્ચ સિક્વન્સરે મિશનને ઑટોમૅટિક રીતે રોકી દીધું. હવે આ મિશન 2 જૂને લોન્ચ થઈ શકે છે.

અગાઉ 7 મેના રોજ પણ આ મિશનને રોકવું પડ્યું હતું. તપાસ દરમિયાન, એન્જિનિયરોને રોકેટના બીજા તબક્કામાં ઓક્સિજન રાહત વાલ્વમાં સમસ્યા જોવા મળી. આવી સ્થિતિમાં, ટીમે લોન્ચના 2 કલાક અને 1 મિનિટ પહેલા મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *