કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ

ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી. જે રાત્રે 8 વાગ્યાથી લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે MSP પર કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હશે. ખેડૂત નેતાઓ MSP ગેરંટી પર મક્કમ રહ્યા હતા.

હવે રવિવારે ફરી બેઠક મળશે. ત્યાં સુધી બંને પક્ષોએ શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર હતા.

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ચોથો દિવસ છે. સંયુક્ત કિસાન મોરચા અને મજુર સંઘે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. હવે હરિયાણામાં પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરવાની તૈયારી કરવામાં આવી છે. BKU (ચઢુની)ના કાર્યકરો આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી હરિયાણાના તમામ ટોલ ફ્રી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *