રાજકોટમાં પતિ પત્ની ઔર વોનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીને પ્રેમી સાથે જોયા બાદ પતિએ પ્રેમીને ટપાર્યો હતો. જેને લઈને લાજવાને બદલે ગાજતો હોય તેમ પ્રેમીએ ઊલટું પતિને ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પ્રેમીનો મિત્ર પણ પતિ પાછળ છરી લઈને દોડ્યો હતો. બનાવ અંગે ભોગ બનનાર પતિ નરેશભાઈ સાગઠિયાએ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે પ્રેમી રાહુલ સાગઠિયા અને તેના મિત્ર નીતિન બગડા સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.