આસારામની ડોક્યુમેન્ટરી બનાવનારાઓનાં જીવ જોખમમાં

આસારામના જે ‘કલ્ટ ઓફ ફિયર’ની કહાની ડિસ્કવરીએ લોકોને બતાવી, તેને કર્મચારીઓ જાતે અનુભવી રહ્યા છે. આસારામના સમર્થકોના આતંકના કારણે OTT પ્લેટફોર્મ ડિસ્કવરી પ્લસના કર્મચારીઓ ભયમાં જીવી રહ્યા છે. ભય પણ એવો છે કે 100થી વધારે કર્મચારીઓ ઓફિસ નથી જઈ રહ્યા અને ઘરમાં કેદ થઈને રહે છે.

ડિસ્કવરીએ ‘કલ્ટ ઓફ ફિયર: આસારામ બાપુ’ નામની ડોક્યુમેન્ટ્રી સિરીઝ બનાવી છે. રિલીઝ થયા પછી ચેનલના કર્મચારીઓને ધમકીઓ મળી રહી છે.

કંપનીએ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થચા તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. દસ્તાવેજો દર્શાવે છે કે આસારામ સમર્થકો ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતી અટકાવવા માટે અનેક યુક્તિઓ અપનાવી રહ્યા છે.

ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કર્મચારીઓ માટે જીવન મુશ્કેલ બની ગયું છે. ચેનલે કહ્યું કે તેમણે જાહેર રેકોર્ડ અને કોર્ટના જુબાનીના આધારે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે.

સુનાવણી દરમિયાન CJI સંજીવ ખન્નાની બેન્ચે કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુની પોલીસને કર્મચારીઓને વચગાળાની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *