રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. આજે SIT 8 આઇપીએસ અને આઇએએસની પૂછપરછ કરશે. અત્યારસુધીમાં 27 મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ચૂક્યા છે. જ્યારે આ બનાવમાં 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે. તેમજ એકનું આ આગમાં મોત થયું હતું.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ટોચના તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર ઠેબા પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે.