IPL મેગા ઓક્શન 24-25 નવેમ્બરે યોજાશે

IPLની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં પ્રથમ ટેસ્ટનો ત્રીજો અને ચોથો દિવસ રમાશે. ગયા વર્ષે દુબઈમાં મીની હરાજી યોજાઈ હતી, હવે સાઉદી અરેબિયામાં મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સમાંથી રિલીઝ થયેલા ઋષભ પંત, લખનઉ સુપર જાયન્ટ્સના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ અને ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર માટે મોટી બોલીની અપેક્ષા છે.

10 ટીમોમાં 204 ખેલાડીઓની જગ્યા ખાલી IPL સમિતિએ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને રિટેન કરવાની તારીખ 31 ઓક્ટોબર, 2024 નક્કી કરી હતી. 10 ટીમોએ 46 ખેલાડીઓને રિટેન કર્યા. જે બાદ ટીમોમાં 204 ખેલાડીઓની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યાઓ માટે 1000થી વધુ ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *