દેશની ટૉપ 500 કંપનીઓની આવક 7 ટકા વધી

દેશમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં BSE 500 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓની આવક સરેરાશ 7% વધી છે, પરંતુ તેનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ક્વાર્ટરની તુલનાએ 46% વધ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ અનુસાર, કાચા માલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે કંપનીઓનો નફો વધ્યો છે. કાચા માલ પર આ કંપનીઓનો ખર્ચો ગત વર્ષના જૂન ક્વાર્ટરમાં 60% હતો, જે આ વર્ષે એપ્રિલ-જૂનમાં ઘટીને 56% રહ્યો છે. દરમિયાન કંપનીઓની અન્ય આવકમાં પણ 35%નો ઉછાળો જોવા મળ્યો છે.

બીએસઇ-500 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓના નફામાં 75% તેમજ આવકમાં 67% હિસ્સો ટોપ-100 કંપનીઓનો રહ્યો છે. રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં BSE 500 કંપનીઓનું ઇપીએસ (અર્નિંગ પર શેર્સ) 1,224 રૂપિયા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નફામાં મજબૂત વધારા છતાં ઇપીએસ સ્થિર થઇ રહ્યું છે.

આ આંકડા નાણાકીય વર્ષ 2024-25માં 1,557 પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર બીએસઇની ટૉપ 500 કંપનીઓએ સરેરાશ 15.79% રિટર્ન આપ્યું છે. રિપોર્ટ અનુસાર BSE-500 કંપનીઓના માર્જિનમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર દરમિયાન રિકવરી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *